Logo image

મળે સંત તો મળે ભગવંત રે, હાલોને લોજ જઈએ         

મળે સંત તો મળે ભગવંત રે, હાલોને લોજ જઈએ;
         આવે જન્મ-મરણનો અંત રે, હાલોને લોજ જઈએ...૧
રામાનંદ રૂપે ભગવંત રે, હાલોને લોજ જઈએ;
         ફરે ધરતીમાં તારવા જંત રે, હાલોને લોજ જઈએ...૨
ત્યાં જ મળશે પ્રગટનું જ્ઞાન રે, હાલોને લોજ જઈએ;
         જ્ઞાન મળતાં મળશે ભગવાન રે, હાલોને લોજ જઈએ...૩
આવો મોકો પછી નહિ મળે રે, હાલોને લોજ જઈએ;
          બીજે કારણ દેહ નવ ટળે રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ મોક્ષને કાજ રે, હાલોને લોજ જઈએ;
         ચાલો સેવીએ મહામુનિ રાજ રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
લોજપુર લીલા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026