લોજ આશ્રમમાં રહે છે સંત રે, હાલોને લોજ જઈએ;
તિયાં મળશે પ્રગટ ભગવંત રે, હાલોને લોજ જઈએ...૧
તિયાં જઈને કરીશું સેવ રે, હાલોને લોજ જઈએ;
સહુ ચાલો જઈએ તતખેવ રે, હાલોને લોજ જઈએ...૨
ત્યાં તો સંતો છે અતિ મહાન રે, હાલોને લોજ જઈએ;
જાઉં લોજમાં પામવા જ્ઞાન રે, હાલોને લોજ જઈએ...૩
ત્યાંના સંતો ઉપર મહારાજ રે, હાલોને લોજ જઈએ;
અતિ અતિ રાજી છે આજ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન ત્યાં મોક્ષનું રાજ રે, હાલોને લોજ જઈએ;
થાય મોક્ષ ત્યાં સહુનો આજ રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં