બહુ વિનોદ કરે છે મહારાજ રે, હાલોને લોજ જઈએ;
એનાં દર્શને જાઉં છે આજ રે, હાલોને લોજ જઈએ...૧
લોજધામમાં છે ઘનશ્યામ રે, હાલોને લોજ જઈએ;
બેઠા આશ્રમમાં સુખધામ રે, હાલોને લોજ જઈએ...૨
રૂડા મંદિરમાં વર્ણિરાય રે, હાલોને લોજ જઈએ;
દે છે દર્શન સહુને સદાય રે, હાલોને લોજ જઈએ...૩
એવા વર્ણીમાં કરવા વહાલ રે, હાલોને લોજ જઈએ;
સાચો માનીને એમાં જ માલ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન નીલકંઠ નાથ રે, હાલોને લોજ જઈએ;
નક્કી ઝાલશે આપણો હાથ રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં