Logo image

વસે લોજમાં નીલકંઠ રાય રે, હાલોને લોજ જઈએ      

વસે લોજમાં નીલકંઠ રાય રે, હાલોને લોજ જઈએ;
         તિયાં જાય તેનાં કલ્યાણ થાય રે, હાલોને લોજ જઈએ...૧
કરતાં દર્શન પાપ બળી જાય રે, હાલોને લોજ જઈએ;
         એને જોતાં જ ટાઢું થાય રે, હાલોને લોજ જઈએ...૨
કામ ક્રોધાદિ સહુ ભાગી જાય રે, હાલોને લોજ જઈએ;
         વિષય વાસના જટ બળી જાય રે, હાલોને લોજ જઈએ...૩
એવા પ્રગટ એ વર્ણિરાય રે, હાલોને લોજ જઈએ;
         એનાં દર્શનથી કલ્યાણ થાય રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કહે બાય-ભાય રે, હાલોને લોજ જઈએ;
          તિયાં જૈએ તો સુખી થવાય રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
લોજપુર લીલા
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026