આવ્યા લોજમાં વરણિરાજ રે, હાલોને લોજ જઈએ;
હરિ મહા મોટા યોગીરાજ રે, હાલોને લોજ જઈએ...૧
તપ કરી વનમાં અપાર રે, હાલોને લોજ જઈએ;
હવે લાવશે તપનો પાર રે, હાલોને લોજ જઈએ...૨
રહી સતસંગમાં આ વાર રે, હાલોને લોજ જઈએ;
હવે તારશે સહુ સંસાર રે, હાલોને લોજ જઈએ...૩
આવી બેઠા છે લોજની વાવ રે, હાલોને લોજ જઈએ;
મહા રૂપાળા અદભુત માવ રે, હાલોને લોજ જઈએ...૪
વર્ણિવેશે શોભે વર્ણિરાજ રે, હાલોને લોજ જઈએ;
જ્ઞાનજીવન કરશે બહુ કાજ રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં