વર્ણી આદિને તેડાવ્યા ત્યાંય રે, હાલોને લોજ જઈએ;
સૌને હૈયે હરખ નવ માંય રે, હાલોને લોજ જઈએ...૧
વર્ણી પામ્યા રામાનંદ સ્વામી રે, હાલોને લોજ જઈએ;
જોયા રામાનંદે જોડ જામી રે, હાલોને લોજ જઈએ...૨
આપી દીક્ષા ને નામ પાડયાં દોય રે, હાલોને લોજ જઈએ;
સહજાનંદ નારાયણમુનિ સોય રે, હાલોને લોજ જઈએ...૩
પછી આવ્યા સહુ લોજમાંય રે, હાલોને લોજ જઈએ;
વર્ણી રોકાય ગયા છે સદાય રે, હાલોને લોજ જઈએ...૪
થયો આશ્રમ અતિશે પ્રસિદ્ધ રે, હાલોને લોજ જઈએ;
જ્ઞાનજીવન કે’ ત્યાં વસ્યા સિદ્ધ રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં