જોવા વર્ણીને સહુ સંપ્રદાય રે, હાલોને લોજ જઈએ;
આવે સોરઠમાં લોજપુરમાંય રે, હાલોને લોજ જઈએ...૧
સહુ સંતો બતાવે યોગીરાજ રે, હાલોને લોજ જઈએ;
જોતાં જોગીને થઈ જાય કાજ રે, હાલોને લોજ જઈએ...૨
વાલો મેળવે છે ત્યાં છાણ રે, હાલોને લોજ જઈએ;
તેનાં શું કરે કવિ વખાણ રે, હાલોને લોજ જઈએ...૩
કોઈ અવતારે ને કોઈ ઠામ રે, હાલોને લોજ જઈએ;
નથી કર્યું ક્યાંય લોજ જેવું કામ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ પોદળાની માંય રે, હાલોને લોજ જઈએ;
હરિ દેખાડે બ્રહ્માંડ ત્યાંય રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં