Logo image

મારે જોવા છે વર્ણિરાજ રે, હાલોને લોજ જઈએ

મારે જોવા છે વર્ણિરાજ રે, હાલોને લોજ જઈએ;
         બધું પડયું મેલોને આ કાજ રે, હાલોને લોજ જઈએ...૧
વર્ણી જોવે છે આપણી વાટ રે, હાલોને લોજ જઈએ;
         અહીં ખોટી થાવું શા માટ રે, હાલોને લોજ જઈએ...૨
સહુ વર્ણીનાં કરે વખાણ રે, હાલોને લોજ જઈએ;
         સુણી મુજ દિલ થાય બહુ તાણ રે, હાલોને લોજ જઈએ...૩
મારે રહ્યું જાતું નથી આંય રે, હાલોને લોજ જઈએ;
         હું તો ઝટપટ જઈશ ત્યાંય રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ ધાર્યું મેં પંડ રે, હાલોને લોજ જઈએ;
          નીલકંઠ સમરવા અખંડ રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
લોજપુર લીલા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026