લોજ મંદિરે વર્ણિરાજ રે, હાલોને લોજ જઈએ;
ઊભા નીલકંઠરૂપે મહારાજ રે, હાલોને લોજ જઈએ...૧
ત્યાં તો સરજુદાસ કહેવાય રે, હાલોને લોજ જઈએ;
સરજુદાસનો જય જય થાય રે, હાલોને લોજ જઈએ...૨
એવા વર્ણી જોયા નહિ ક્યાંય રે, હાલોને લોજ જઈએ;
જોતાં વર્ણીને મોહી જવાય રે, હાલોને લોજ જઈએ...૩
વર્ણિવેશે દર્શન રમણીય રે, હાલોને લોજ જઈએ;
મંદ હાસ્યે છે અવર્ણનીય રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ દેવે પૂજિત રે, હાલોને લોજ જઈએ;
એવા વર્ણીમાં થાય બહુ પ્રીત રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં