Logo image

થયા પ્રગટ રામાનંદ સ્વામી રે, હાલોને લોજ જઈએ   

થયા પ્રગટ રામાનંદ સ્વામી રે, હાલોને લોજ જઈએ;
         સહુ જન કરવા નિષ્કામી રે, હાલોને લોજ જઈએ...૧
એ તો ઉદ્ધવનો અવતાર રે, હાલોને લોજ જઈએ;
         બહુ જીવો ઉતારશે પાર રે, હાલોને લોજ જઈએ...૨
તિયાં સ્થાપ્યો રૂડો આશ્રમ રે, હાલોને લોજ જઈએ;
         ભવો ભવનો ટળશે શ્રમ રે, હાલોને લોજ જઈએ...૩
તિયાં રહે છે સંતો પચાસ રે, હાલોને લોજ જઈએ;
         ટાળે કારણ શરીરની કચાશ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાન સ્વામી રામાનંદ આજ રે, હાલોને લોજ જઈએ;
          ધારણામાં દેખાડે મહારાજ રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026