તિયાં મળશે પ્રગટ અવતારી રે, હાલોને લોજ જઈએ;
બહુ તારશે નર ને નારી રે, હાલોને લોજ જઈએ...૧
આજ ભાગ્ય જાગ્યા છે અપાર રે, હાલોને લોજ જઈએ;
કળી કાળમાં મોક્ષ થનાર રે, હાલોને લોજ જઈએ...૨
કોઈ લગાડશો નહિ વાર રે, હાલોને લોજ જઈએ;
કરવા સફળ નિજ અવતાર રે, હાલોને લોજ જઈએ...૩
આવું ક્યાંથી મળે કોઈ ટાણું રે, હાલોને લોજ જઈએ;
મળે નહિ ખરચતાં નાણું રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાન કહે જાગ્યાં સૌનાં ભાગ્ય રે, હાલોને લોજ જઈએ;
આજ કલ્યાણ કર્યાનો આવ્યો લાગ્ય રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં