નીલકંઠવર્ણીનાં દર્શન રે, હાલોને લોજ જઈએ;
સહુ જનનાં ઠારે છે મન રે, હાલોને લોજ જઈએ...૧
કરે દર્શન તે થાય ધન્ય ધન્ય રે, હાલોને લોજ જઈએ;
તેને તુલ્ય આવે નહિ અન્ય રે, હાલોને લોજ જઈએ...૨
એ તો આવ્યા છે આપણે કાજ રે, હાલોને લોજ જઈએ;
કરી વનવિચરણ મહારાજ રે, હાલોને લોજ જઈએ...૩
હવે રહેશે રામાનંદ પાસ રે, હાલોને લોજ જઈએ;
સૌનાં દુષ્કૃત કરશે નાશ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ મોક્ષનું કામ રે, હાલોને લોજ જઈએ;
થાશે લોજ આશ્રમે તમામ રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં