મને ગમે છે વર્ણિવેશ રે, હાલોને લોજ જઈએ;
એનાં દર્શન કરીશ હંમેશ રે, હાલોને લોજ જઈએ...૧
તન તપસ્વી મનમોહક રે, હાલોને લોજ જઈએ;
એ જ સર્વેના છે પ્રકાશક રે, હાલોને લોજ જઈએ...૨
રૂડી આંખ્યો છે અતિ હેતાળી રે, હાલોને લોજ જઈએ;
આવી મૂર્તિ ક્યાંય નવ ભાળી રે, હાલોને લોજ જઈએ...૩
ટૂંકી પહેરી છે ધોતી અનુપ રે, હાલોને લોજ જઈએ;
રૂડું દિસે છે ઉઘાડું રૂપ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ નાભી છે ગોળ રે, હાલોને લોજ જઈએ;
રૂડું ઉદર છે ગોળમટોળ રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં