વાવે જળ ભરવાને કાજ રે, હાલોને લોજ જઈએ;
આવ્યા સુખાનંદ મુનિરાજ રે, હાલોને લોજ જઈએ...૧
જોયા અદ્ભુત વર્ણિરાજ રે, હાલોને લોજ જઈએ;
કોણ હશે આવા યોગીરાજ રે, હાલોને લોજ જઈએ...૨
આવા દીઠા મેં તપસી આજ રે, હાલોને લોજ જઈએ;
જેને મળતાં થાય સુખસાજ રે, હાલોને લોજ જઈએ...૩
મુનિ તપસી કોઈ ઋષિરાજ રે, હાલોને લોજ જઈએ;
હશે વિષ્ણુ કે રાજાધિરાજ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાન કહે સુખાનંદ સંત રે, હાલોને લોજ જઈએ;
જોઈ સંકલ્પ કરે અત્યંત રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં