Logo image

ભાળી અતિ ભૂમિ ભાગ્યશાળી રે, હાલોને લોજ જઈએ  

ભાળી અતિ ભૂમિ ભાગ્યશાળી રે, હાલોને લોજ જઈએ;
         એનાં ભાગ્યતણી હદ વાળી રે, હાલોને લોજ જઈએ...૧
ધારી મૂરતિ મંગળકારી રે, હાલોને લોજ જઈએ;
         સદા બિરાજ્યા ત્યાં અવતારી રે, હાલોને લોજ જઈએ...૨
કરે દર્શન ત્યાં સહુ નરનારી રે, હાલોને લોજ જઈએ;
         કરી દર્શન ને માયા વિસારી રે, હાલોને લોજ જઈએ...૩
એવા જોવાને વર્ણિરાજ રે, હાલોને લોજ જઈએ;
         મોડું શું કરો આજ ને આજ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ વર્ણીનું મુખ રે, હાલોને લોજ જઈએ;
          જોતાં ટળી જાશે સર્વે દુ:ખ રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
લોજપુર લીલા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026