Logo image

સર્વોપરિ હરિ છે તપીરાજ રે, હાલોને લોજ જઈએ       

સર્વોપરિ હરિ છે તપીરાજ રે, હાલોને લોજ જઈએ;
         એણે તપ કર્યાં છે અમ કાજ રે, હાલોને લોજ જઈએ...૧
એનું કોટિ બ્રહ્માંડમાં રાજ રે, હાલોને લોજ જઈએ;
         એ તો પોતે છે રાજાધિરાજ રે, હાલોને લોજ જઈએ...૨
નિજ દયાથી આવ્યા મહારાજ રે, હાલોને લોજ જઈએ;
         કરવા આપણા જેવાનાં કાજ રે, હાલોને લોજ જઈએ...૩
એનાં દર્શન ભાગ્યમાં ક્યાંથી રે, હાલોને લોજ જઈએ;
         સહુ વિચારો જન મનમાંથી રે, હાલોને લોજ જઈએ...૪
નીલકંઠ નારાયણ નાથ રે, હાલોને લોજ જઈએ;
          જ્ઞાનજીવનનો ઝાલશે હાથ રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
લોજપુર લીલા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026