સંતો વિચારે છે મનમાંય રે, હાલોને લોજ જઈએ;
આવા ક્યાંથી મળે તપીરાય, હાલોને લોજ જઈએ...૧
એને રાખીએ આશ્રમમાંય રે, હાલોને લોજ જઈએ;
ગુરુજી તો અતિ રાજી થાય રે, હાલોને લોજ જઈએ...૨
મુક્ત મુનિએ કર્યો વિચાર રે, હાલોને લોજ જઈએ;
આપું ગુરુજીને સમાચાર રે, હાલોને લોજ જઈએ...૩
પત્ર મોકલ્યો છે ભટ્ટ સાથ રે, હાલોને લોજ જઈએ;
ભુજ બિરાજે સહુના નાથ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાન કહે રામાનંદ સ્વામી રે, હાલોને લોજ જઈએ;
આવ્યા પીપલાણે સુખ પામી રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં