Logo image

જોવા નીલકંઠજીનું રૂપ રે, હાલોને લોજ જઈએ

જોવા નીલકંઠજીનું રૂપ રે, હાલોને લોજ જઈએ;
          આવે ત્યાં તો મોટા મુનિભૂપ રે, હાલોને લોજ જઈએ...૧
અતિ મૂરતિ છે સુખાળી રે, હાલોને લોજ જઈએ;
         મરમાળી હેતાળી દયાળી રે, હાલોને લોજ જઈએ...૨
થાય નીલકંઠ જોતાં નેહ રે, હાલોને લોજ જઈએ;
         ખરા પ્રેમી ભૂલી જાય દેહ રે, હાલોને લોજ જઈએ...૩
એવા નીલકંઠ બિરાજ્યા લોજ રે, હાલોને લોજ જઈએ;
         આપે સૌને કલ્યાણની મોજ રે, હાલોને લોજ જઈએ...૪
હું તો નીલકંઠ નિરખવા જઈશ રે, હાલોને લોજ જઈએ;
         જ્ઞાનજીવન કે’ ત્યાં હું રહીશ રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
લોજપુર લીલા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામા

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026