જટા શોભે છે અતિ રૂપાળી રે, હાલોને લોજ જઈએ;
મહા મનોહર મૂર્તિ સુખાળી રે, હાલોને લોજ જઈએ...૧
મૂછ દોરો ફૂટું ફૂટું થાય રે, હાલોને લોજ જઈએ;
રૂડું હસે છે વર્ણિરાય રે, હાલોને લોજ જઈએ...૨
બ્રહ્મ સ્થિતિવાળા મોહી જાય રે, હાલોને લોજ જઈએ;
એવા વર્ણી બિરાજ્યા છે ત્યાંય રે, હાલોને લોજ જઈએ...૩
રૂડું ચળકે છે ભાલ વિશાળ રે, હાલોને લોજ જઈએ;
અતિ ચમત્કારી જોગી બાળ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ સાધ્યો છે યોગ રે, હાલોને લોજ જઈએ;
અતિ તપ કરે છે તજી ભોગ રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં