મહા સુખડું લેવાને કાજ રે, હાલોને લોજ જઈએ;
સહુને તેડાવે છે મુનિરાજ રે, હાલોને લોજ જઈએ...૧
અહીં લોજમાં આવ્યા ભગવંત રે, હાલોને લોજ જઈએ;
અતિ સ્નેહે સેવે છે સંત રે, હાલોને લોજ જઈએ...૨
સર્વે ધામના ધામી અકામી રે, હાલોને લોજ જઈએ;
નીલકંઠ સહજાનંદ સ્વામી રે, હાલોને લોજ જઈએ...૩
લોજે કર્યો સત્સંગે પ્રવેશ રે, હાલોને લોજ જઈએ;
ધન્ય ધન્ય છે સોરઠ દેશ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ મહિમા અપાર રે, હાલોને લોજ જઈએ;
લોજધામે વસ્યા કીરતાર રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં