બહુ વિનંતિ કરી સંતરાજ રે, હાલોને લોજ જઈએ;
લઈ ગયા આશ્રમે મહારાજ રે, હાલોને લોજ જઈએ...૧
મળ્યા મુક્તાનંદ મુનિરાજ રે, હાલોને લોજ જઈએ;
થયો આનંદ આનંદ આજ રે, હાલોને લોજ જઈએ...૨
જેની જોતા’તા વાટ રામાનંદ રે, હાલોને લોજ જઈએ;
આવ્યા તે નીલકંઠ સ્વચ્છંદ રે, હાલોને લોજ જઈએ...૩
તેથી પામ્યા છે સહુ આનંદ રે, હાલોને લોજ જઈએ;
જાણે મળી ગયા સુખકંદ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ પામી દર્શન રે, હાલોને લોજ જઈએ;
થયાં ટાઢાં સહુનાં તન-મન રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં