સુખ આપશે અપરંપાર રે, હાલોને લોજ જઈએ;
વર્ણી વાલપ કરશે અપાર રે, હાલોને લોજ જઈએ...૧
દેશે નિજ મૂર્તિ કેરું સુખ રે, હાલોને લોજ જઈએ;
હરિ હસશે મુખોન્મુખ રે, હાલોને લોજ જઈએ...૨
એની આંખો છે અતિ સુંદર રે, હાલોને લોજ જઈએ;
સંતો ભક્તોને આપે આદર રે, હાલોને લોજ જઈએ...૩
જઈ ભેટશું નેહે નીલકંઠ રે, હાલોને લોજ જઈએ;
હરિ ચૂંબશું પ્રેમે અખંડ રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવનનો નીલકંઠ નાથ રે, હાલોને લોજ જઈએ;
સુખ દેશે રહેશે સદા સાથ રે, હાલોને લોજ જઈએ....૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં