વાવે સ્નાન કરી મહારાજ રે, હાલોને લોજ જઈએ;
નિત્ય કર્મ કર્યું મુનિરાજ રે, હાલોને લોજ જઈએ...૧
વડ નીચે બેઠા નીલકંઠ રે, હાલોને લોજ જઈએ;
વૃત્તિ રાખી સ્વ રૂપે અખંડ રે, હાલોને લોજ જઈએ...૨
ધ્યાનમગ્ન થયા બાળજોગી રે, હાલોને લોજ જઈએ;
એ તો સર્વે યોગીના છે યોગી રે, હાલોને લોજ જઈએ...૩
એનાં દર્શન છે મહા દુર્લભ રે, હાલોને લોજ જઈએ;
આજ સહુને થયાં છે સુલભ રે, હાલોને લોજ જઈએ...૪
આવો લાભ ન જવા દેવાય રે, હાલોને લોજ જઈએ;
જ્ઞાન હોંશે તે લાભ લેવાય રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં