નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જગ જાણી .૧/૪

૨૨૭૭ ૧/૪ પદ : ૧
નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જગ જાણી . ના. ટેક.
નર દેહ દીધી તુને નાથ રે, હોય ધન તો વાવર તારે હાથે;
પડયું રહેશે નાવે કોડી સાથે. ના. ૧
ગર્ભવાસે કીધી રક્ષા તારી રે, લીધો જઠરા અગ્નિથી ઉગારી રે;
બેઠો તેને તે કેમ વિસારી. ના. ૨
વિના સમજે કહે છે મારું મારું રે, ધન કાજ ભમે મન બારું રે;
તારે હાથે નથી તન તારું. ના. ૩
મિથ્યા સુખ માંહી તું ભરમાણો રે , બાંધ્યો લોક લજ્યા ગળે પહાણો રે;
જાય છે તૃષ્ણાને પૂર તણાણો. ના. ૪
કાયા માયા છે જો તારી કાચી રે , તેને રંગે રહેજે મા તું રાચી રે;
બ્રહ્માનંદ કહે છે વાત સાચી. ના. ૫

મૂળ પદ

નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જગ જાણી .

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
0
0