પ્રગટ પ્રમાણ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણ હરિને; ૧/૪

પ્રગટ પ્રમાણ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણ હરિને;
	કામ ક્રોધ મદ લોભ તજીને, દૃઢ ઉર ટેક ધરીને	...ભજ૦ ૧
ગર્ભવાસનું સંકટ પ્રાણી, જાઈશ મા વીસરીને;
	કુબુદ્ધિ કુડ કપટ પરહરજે, ભરજે પાવ ડરીને	...ભજ૦ ૨
માલ મલક સર્વે મેલીને, જાવું જરૂર મરીને;
	જાઈશ મા જમરાને આગે, ઝાઝો ભાર ભરીને	...ભજ૦ ૩
ભવદુ:ખ ટળે મિટે સર્વે ભ્રમણા, સંતનો સંગ કરીને;
	બ્રહ્માનંદ કહે આવો અવસર, નહિ પામીશ ફરીને	...ભજ૦ ૪

 

મૂળ પદ

પ્રગટ પ્રમાણ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણ હરિને;

મળતા રાગ

ગોડી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સંતવૃંદ સમૂહગાન
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio
0
0