ફૂલડાં ધારી રે અંગે ફૂલડાં ધારી શોભે શામળિયો સુજાણ, અંગે ફૂલડા ધારી..૨/૪

ફૂલડાં ધારી રે, અંગે ફૂલડાં ધારી;
	શોભે શામળિયો સુજાણ, અંગે ફૂલડાં ધારી	-ફૂલ૦ ૧
જરકસી પાઘડલીમાં, ફૂલના તોરા;
	માથે ભમર ગુંજાર, કરી આવે છે ઓરા		-ફૂલ૦ ૨
હૈડા ઉપર હાર સુંદર, ફૂલના પે’રી;
	ચોરે માનનીઓનાં મનને, પ્યારો લટકાળો લે’રી	-ફૂલ૦ ૩
ફૂલોના શણગાર પહેરી, પ્રીતમજી પ્યારો;
	અતિ આનંદ વધારે, નિત નંદનો લાલો		-ફૂલ૦ ૪
મુક્તાનંદનો વાલો ફૂલ્યા, ગોપીને સંગે;
	ગોપી અંગો અંગ ફૂલી, રહી શામળા સંગે		-ફૂલ૦ ૫

 

મૂળ પદ

ફૂલના પે’રી રે, જામા ફૂલના પે’રી

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી