દરશન આપો રે, હવે દીનબંધુ કરુણા કરી ૪/૬

દરશન આપો રે, હવે દીનબંધુ કરુણા કરી...ટેક.
વદનકમળ દેખાડો અલબેલડા, હેરો અમૃત નજરે ભરી...દર૦ ૧
દરશન વિના પળ જુગસમ જાય છે, દિ’રાત જાયે રોવતા હરિ...દર૦ ૨
દરશન દાને કરી દુ:ખડાં રે ટાળો, દયાળુ દયા દિલમાં ધરી...દર૦ ૩
પ્રેમાનંદ કહે જોઈ મુખ પંકજ, લટકાં ઉપર હું જાઉં મરી...દર૦ ૪
 

મૂળ પદ

ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
લાડકવાયા
Studio
Audio
0
0