ઓધવ કેહેજો સંદેશો હરિને, જોડી કર વિનતિ કરીને;૩/૪

પદ ૧૨૯ મું(૩/૪)
ઓધવ કેહેજો સંદેશો હરિને, જોડી કર વિનતિ કરીને;  ઓધ૦ ટેક.
દીનબંધુ દયા મન આણી, દાસીયું પોતાની જાણી;
એકવાર આવો સારંગપાણી.  ઓધ૦ ૧
ગયા છો દલાસા દઇને, આવ્યાની અવધી હરિ કહીને;
વાયદા જાયે છે વહીને.  ઓધ૦ ૨
આંખડીયું ઉઠી છે રોઇ, વહાલાજીની વાટડીયું જોઇ;
રહી છું ચીત ચરણે પ્રોઇ.  ઓધ૦ ૩
દેતા હરિ નૌતમ સુખ નિત્યે, સંભારતાં ખેદ ઘણો ચિત્તે;
દિવસ રાત રોઇ રોંઇને વીતે.  ઓધ૦ ૪
જોશું મુખ દુ:ખ ત્યારે જાશે, જનમ તો સુફલ ત્યારે થાશે;
પ્રેમાનંદ આગે બેસી ગાશે.  ઓધ૦ ૫

મૂળ પદ

ઓધવ મારી વિનતડી કેહેજો, વહાલા મારી સાર વેહેલી લેજો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી