કેને કહિયે દલડાની વાત, તમ વિના કેને કહિયે દલડાની વાત;૩/૬

પદ ૨૪૬ મું(૩/૬)
 
કેને કહિયે દલડાની વાત, તમ વિના કેને કહિયે દલડાની વાત;  ટેક.
તમ વિના શ્યામ સુંદર મહા દુ:ખમાં, વીતે છે દિવસ ને રાત.      કેને૦ ૧
પ્રાણજીવન તમે સુખના સાગર, અમે વહાલા મીનની જાત.        કેને૦ ૨
જીવ અમારો વહાલા તમ સાથે, જડીયો જેમ પટોલે ભાત.                 કેને૦ ૩
પ્રેમસખીના વહાલા તમ વિના, તલખી થાસે પ્રાણની ઘાત.         કેને૦ ૪ 

મૂળ પદ

રસિયા મહા વનમાંયે મેલ્યાવો મા રસિયે મહા વનમાંયે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી