જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે૧/૧૩

પદ ૪૬૯ મું-રાગ ગરબી(૧/૧૩)
આજ ગઇતી હું તો જમુનાના પાણી, માથે હેલ ઉપાડીરે, એ ઢાળ છે.
 
જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે;
આવું તે ન ઘટે વહાલા તમને, બાલ સનેહિ મીત રે. 
બાલ સનેહિ મિત્ર હરિવર, હૈડા કેરા હાર રે;
ડોલરિયા ક્યારે દેખશું તમને, નેણતણા શણગાર રે. 
પ્રેમીજનના પ્રાણજીવન છો, તમ દીઠે સુખ થાય રે;
વ્રહને બાણે વેંધી ગયા જીવન, પળ પળ જુગ સમ જાય રે. 
નેહ નિભાવણ બાંહ ગ્રહીને, છેક ન દીજે છેહ રે;
પ્રેમાનંદના નાથ વધારો, આવીને નવલા નેહ રે.  ૪ 

મૂળ પદ

જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી