જનમ સંગાથીરે ભજ બલવીરને રે;૪/૪

પદ ૫૮૮ મું(૪/૪)
 
જનમ સંગાથીરે ભજ બલવીરને રે;અંતકાળે કઠણ જણાયે છે કામ રે.  જનમ૦ ટેક.
એણે સમે કોઇરે નવ ધરે ધીરને રે;મેલવું છે જરુર ધનને ધામ રે.  જનમ૦ ૧
નાડીયું ત્રુટીનેરે થાશે નોખિયું રે;કંઠમાં થાશે કફનું જોર રે.
નવ દરવાજેથીરે ઉઠશે ચોકીયું રે;ત્યારે તું માનીશ દૈવના ચોર રે.  જનમ૦ ૨
જમ કિંકરરે આવી તને ઝાલશે રે;થાશે તારા પ્રાણતણા પરિયાણ રે.
કોટિક વિંછીનીરે વેદના ચાલશે રે;કુડીયાં કુટશે સહુ તારી કાણ રે.  જનમ૦ ૩
આવો અવસરરે અભાગી નર પામીને રે;ચાલ્યો તું જરુર જમને દ્વાર રે.
પ્રેમાનંદ કહેછેરે ભજ મારા સ્વામીને રે;હમણે છોડાવું તને નહીં લાગે વાર રે.  જનમ૦ ૪ 

મૂળ પદ

સહજાનંદ સ્વામી તું ભજને પ્રાણીયા રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી