કહું તે સુણો લક્ષણ આચારજના કથી;૬/૬

પદ ૫૯૮ મું(૬/૬)

કહું તે સુણો લક્ષણ આચારજના કથી;

કહું તે વાત ગ્રંથને પ્રમાણ મુખની નથી. 

પવિત્ર ધર્મવંશમાં ગુરુ તે અવતરે;

પામીને ઉપવીત તે સંસારને અનુસરે. 

રહે તે નિજ ધર્મમાં ભજે ભગવાનને;

પાળે તે ઉદ્ધવ સંપ્રદાયના વ્રતમાનને. 

પોતાની અતિ સંબંધી વિના બીજી બાઇને;

બોલ ન અડે* ભુલમાં કેદિ તેને જાઇને. 

પોતાની એક પરણેલી વિના બીજી નારીને;

રહે તે નિજ માતા સુતા બ્હેન ધારીને. 

એવા તે ધર્મવંશના આચારજ જાણિયે;

 તેને તે પ્રેમાનંદ કહે ગુરુ પરમાણિયે. 

મૂળ પદ

સખીરે વંદુ કૃષ્નચંદ્ર પ્રથિત પ્રતાપને

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી