એવા પાપી પાડે મારગ મોક્ષથીરે, ૫/૬

પદ ૬૨૦ મું(૫/૬)

એવા પાપી પાડે મારગ મોક્ષથીરે, મુખે કથી મિથ્યા બ્રહ્મજ્ઞાન;
સંત સવેં કહું તે સત્ય માનજોરે.  સંત૦ ટેક.
દેખાડે સભર ભર્યો આતમારે,ખોદે આકાર અવતાર તોડી તાન.સંત૦ ૧
જન અર્થી હોયે જે કલ્યાણનારે, કરે જો પાપીમાંહી પરતીત;
જેવો પોતે નાસ્તિક પાપી હોયેરે, શિખાવે સર્વે તેવી રીત.  સંત૦ ૨
પછે સંત સાકાર મારી મૂર્તિરે, તેમાં દોષ પરઠે તતકાલ;
તજી સેવા ઉપાસના આશરોરે, થઇ બેસે તે બ્રહ્મકુદાલ.  સંત૦ ૩
કેવળ કથે મિથ્યાબ્રહ્મજ્ઞાનનેરે, મારી ઉપાસના તજી જન;
પ્રેમાનંદનો સ્વામી કહે શ્રીહરિ રે, થઇ પિશાચ ફરે વનોવન.  સંત૦ ૪
________________________
* “તર્યાને” પાઠાન્તર છે.

મૂળ પદ

બલિહારી શ્રીગિરિધરલાલનીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી