આવો રાખું રે રાજેંદ્ર નેણામાં ચોરી, ૧/૪

૩૩ પદ ૧/૪ રાગ પરજ દેશી
આવો રાખું રે રાજેંદ્ર નેણામાં ચોરી,
નેણામાં ચોરી રે છોજી જીવન દોરી.      ટેક.
પ્રાણજીવન સારુ પરવશ થઇ છું વાલા,
રસિયાજી જોવા રુપચંદ જ્યું ચકોરી,        આવો.૧
રંગના રસિલા છેલા આવો અકેલા વાલા,
ભુજ ભરી મલિયે રસબસ ઝકઝોરી.      આવો.૨
મીંટથી તમને માવા ઘડિયે ન મેલું વાલા,
પ્રાણ સંગાથે જડી રાખું જોરાજોરી.       આવો.૩
પ્રેમસખીના નાથ શ્યામ સોહાગિ વાલા,
લગની લાગી છે રસિયાજી મુને તોરી.    આવો.૪

 

 

મૂળ પદ

આવો રાખું રે રાજેંદ્ર નેણામાં ચોરી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી