ઘનશ્યામ સુજાણ આવોને મારી આંખડલીમાં રાખું, ૪/૪

રપ૦ પદ ૪/૪
 
ઘનશ્યામ સુજાણ આવોને મારી આંખડલીમાં રાખું,   ટેક.
તમ ઉપર રાજ તન મન ધન મારા પ્રાણ વારી વારી નાખું.તમે જીવન જીવ સાથે જડીયા, જાવા નહિ દઉં નટવર નાનડીયા,  ઘન.૧
તમે ઘણે દહાડે હડિયે ચડીયા,રાખીશ રસિયા જતન કરી, નૈ આવે આવો લાગ ફરીફરી,  ઘન.૨
કોણ ભોગવે દુઃખ હવે મરી મરી.તારી શોભા જોઇને શામળિયા, મારા પ્રાણ થયા વશ પાતલિયા,  ઘન.૩
મને એમના એમ દરશન દેજો, કાંઇ કેવું ઘટે તે સુખે કેજો,પ્રેમાનંદપર નિત રાજી રેજ્યો. ઘન.૪

મૂળ પદ

આવો અલબેલા સુદર મુખ નિરખુરે સનમુખ રોને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી