આવો તો ગોઠડી કીજે, ગોવિંદ ઘેર આવો તો ગોઠડી કીજે ૧/૪

આવો તો ગોઠડી કીજે, ગોવિંદ ઘેર આવો તો ગોઠડી કીજે;
મુખડું જોઈને સુખ લીજે, ગોવિંદ ઘેર આવો તો ગોઠડી કીજે... ટેક.
ઘેર આવો તો કહો તેમ કીજે રે, તન મન તમને દીજે...ગોવિંદ૦ ૧
અંગો તે અંગ આલિંગન લઈને રે, પ્રેમ અધરરસ પીજે...ગોવિંદ૦ ૨
રંગભીના વ્હાલા તારા રંગમાં રે, મન મારું અતિ ભીંજે...ગોવિંદ૦ ૩
છેલછબીલા તારા છોગલા જોઈને રે, પ્રેમસખી ઘણી રીઝે...ગોવિંદ૦ ૪
 

મૂળ પદ

આવો તો ગોઠડી કીજે, ગોવિંદ ઘેર આવો તો ગોઠડી કીજે

મળતા રાગ

ઢાળ : હરિ હૈયાના હાર છો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી