આવો રસિયા રાખું મારે ઉર, પ્યારા પ્રાણજીવન અલબેલડા૩/૪

૬૨૧ પદ ૩/૪

આવો રસિયા રાખું મારે ઉર, પ્યારા પ્રાણજીવન અલબેલડા  પ્યા. ટેક.
નહી મેલું નટવર દૂર, મારા શ્યામ સુંદરવર છેલડા. પ્યા.૧
જોઇ રસિક સુંદરવર રૂપને, મારા નેણાં તે શિતલ થાય,
હું તો ઘેલી ફરું ઘેર આંગણે, મારે હૈડે તે હરખ ન માય. પ્યા.૨
મારું ચિતડું ચોર્યુ છેલા ચાલમાં, મારા હસિને હર્યા છે પ્રાણ,
વશ થઇ છું વિઠ્ઠલ ભીના વાનમાં, ગુણવંતા ચતુર સુજાણ. પ્યા.૩
મન માની મોહનવર મૂરતિ, રંગભીના સુંદરશ્યામ,
પ્રેમાનંદકે નેણામાં નાથજી, હું તો રાખીશ આઠો જામ. પ્યા.૪ 
 

મૂળ પદ

વારી જાઉ વહાલાજીનું રૂપ, શોભા શી કહું સુંદર આજની.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી