જીવનરે જોયા વિના ઘેલી, જોયા વિના ઘેલી શકું નહીં મેલી, ૨/૪

૬૪૦ પદ ર/૪
 
જીવનરે જોયા વિના ઘેલી, જોયા વિના ઘેલી શકું નહીં મેલી,  જોયા. ટેક.
મીઠાં મીઠા વેણાં કમલ દલ નેણાં, સુંદર ગજગતિ ચાલ,
જરકસી પાઘમાં ફૂલડાના તોરા, કેસર તિલક ભાલ. જોયા.૧
મુખ મંદહાસ અધર બિંબ રાતા, કુંદકલીસમ દાંત,
પુષ્ટ પ્રલંબ ભુજા ભરી ભેટો, રસિયાજી આવો એકાંત,  જોયા.૨
ઉરપર હાર બાજુબંધ જોઇને, મોહી રહ્યાં છે નેણ,
પ્રેમાનંદના નાથજી ઉરમાં, પ્રગટ રહો દિન રેણ. જોયા.૩ 

મૂળ પદ

મોહન રે આવો મને મળવા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી