ચાલો જોવા રસિયા રણછોડને રે, દ્વારિકાના વાસી ભગવાન, ૧/૪

૭૦૭ પદ ૧/૪ રાગ ગરબી
 
ચાલો જોવા રસિયા રણછોડને રે, દ્વારિકાના વાસી ભગવાન,
પુરુષોત્તમ પધાર્યા વરતાલમા રે,જેના દરશન દુર્લભ દેવનેરે, શિવ બ્રહ્મા ધરે નિત્ય ધ્યાન.  પુરૂ.૧
જેને કાજે જોગી વનમાં વસેરે, તપ કરીને ખાય મુલ કંદ,જેને નિગમ નેતિ કહીરે, ખોળે શુકમુનિ સનક સનંદ. પુરૂ.૨
જેણે ગોકુલમાં લીલા કરીરે, માર્યા દેવ દાનવને અપાર,વહાલે જઇને વાસી પુછે દ્વારિકારે, વર્યા અષ્ટ કુલવંતિ નાર. પુરૂ.3
થયા અર્જુન સખા અલબેલડોરે, પુર્યા ભકતતણા સરવે કોડ,હવે આવ્યા વહાલો વરતાલમાંરે, પ્રેમાનંદનો વહાલો શ્રીરણછોડ.  પુરૂ.૪ 

મૂળ પદ

ચાલો જોવા રસિયા રણછોડને રે, દ્વારિકાના વાસી ભગવાન,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી