કૃષ્ન કમલદળ નેણ તમારાં, લટકામાં લોભાણી લાલ, ૪/૪

૭૪૮ પદ ૪/૪
 
કૃષ્ન કમલદળ નેણ તમારાં, લટકામાં લોભાણી લાલ,
લટકામાં લોભાણી મારા વહાલા, સુણી મુખની મીઠી વાણી લાલ.           લો. ૧
મુખની મીઠી વાણી મારા વહાલા, મોહી છું ગજગતિ ચાલે લાલ,
મોહી છું ગજગતિ ચાલે મારા વહાલા , બોલાવો છો બહુ વહાલે લાલ.      લો. ૨
બોલાવો છો બહુ વહાલે મારા વહાલા, હેરો છો અમૃત નજરે લાલ,
હેરો છો અમૃત નજરે મારા વહાલા, મોહી છું ગુલાબી ગજરે લાલ.         લો. ૩
મોહી છું ગુલાબી ગજરે મારા વહાલા, જોઇને પાઘ પેચાળી લાલ,
જોઇને પાઘ પેચાળી મારા વહાલા, છોગલાંની છબી ભાળી લાલ.           લો.૪
છોગલાની છબી ભાળી મારા વહાલા, મેખ જોઇ મોહિની લાગી લાલ,
મુખ જોઇ મોહિની લાગી મારા વહાલા, સરવે ભ્રમણા ભાંગી લાલ.         લો. ૫
સરવે ભ્રમણા ભાંગી મારા વહાલા, ભલે મળીયા બહુનામી લાલ,
ભલે મળીયા બહુનામી મારા વહાલા, પ્રેમાનંદના સ્વામી લાલ.             લો. ૬ 

મૂળ પદ

શામળિયા સુંદરવર મારે, મંદિર પધારો રાજ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી