એવા શ્રી હરિ સ્વામી સહજાનંદજી , ૩/૪

  પદ ૮૪૬ મું.૩/૪

એવા શ્રીહરિ સ્વામી સહજાનંદજી ,
દિવ્ય સગુણ આકાર દિવ્ય કલાનિધિ નાથજો;
દિવ્ય શક્તિપતિ પુરુષોત્તમ પ્રગટ થયા,
દિવ્ય મુક્ત લઇને આવ્યા હરિ સાથજો.                 એવા. ૧
આવીને નિજ દિવ્ય પ્રતાપ પ્રગટ કર્યો,
થાપ્યો ધર્મ એકાંતિક અવનીમાંયજો;
આચરજકારી અનંત ચરિત્ર નવ જાય કહ્યાં,
શેષાદિક કવિ નિત્ય નવા કેટલાંક ગાયજો.             એવા. ૨
ધ્યાન ધારણા સમાધી બહુ ભાંતની,
નવ જાણે કોઇ મુક્ત મુનિવર દેવજો,
અનંત જીવના એક કાળે પ્રાણ તાણવા.*
દેખાડે નિજધામ અનંત તતખેવજો.                     એવા. ૩
અંતકાલે ધરી અનંતરૂપ શ્રીનાથજી,
તેડવા જાયે નિજ જનને મહારાજજો;
ગરૂડ વિમાન અશ્વ ગજ રથ લઇ પાલખી,
પ્રેમાનંદનો સ્વામી ગરીબનિવાજજો.                    એવા. ૪
* “તાણીને “ પાઠાન્તર છે.

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ણ ચરન નખચંદ્રને

મળતા રાગ

ઢાળ : મોહનને ગમવાને ઇચ્છો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી