એવા સમરથ શ્રી સહજાનંદજીરે, દયા કરીને પધાર્યા દીનાનાથરે;૫/૫

પદ ૮૫૨ મું.૫/૫
એવા સમરથ શ્રીસહજાનંદજીરે, દયા કરીને પધાર્યા દીનાનાથરે;               સ્વામીને જાઉ વારણેરે;
વહ્યા જાતા'તાં જીવ ભવપુરમાંરે, વહાલે તાણી કાઢ્યાં બા'રેઝાલી હાથરે.    સ્વામી. ૧
વહાલે મુક્તિનો દ્વાર તે ઉઘાડીયોરે , દેખાડ્યો અતિપ્રબલ પ્રતાપરે;            સ્વામી.
ઘોર કલિ મધ્યે સતજુગ થાપીયોરે, નહિ માને તેનાપૂરણ પાપરે.               સ્વામી. ૨
મોટા મત પંથ રૂપી જાડી જાંળમાંરે, ઘણા ગુંચવીરાખ્યા'તા નરનારરે;        સ્વામી.
કાપી જાળને કાઢી લીધાં બારણેરે, આપી જ્ઞાન નેઉતાર્યા ભવ પારરે.          સ્વામી. ૩
આજ જ્ઞાન દિવાકર પ્રગટતારે, * કીધો ભક્તિ ધર્મ જ્ઞાન પ્રકાશરે.               સ્વામી.
વહાલે અજ્ઞાન અંધારું સમાવીયુંરે દીધો પ્રેમાનંદનેચરણે નિવાસરે.            સ્વામી. ૪
 “પ્રગટ્યારે” એવો પણ પાઠ છે 

મૂળ પદ

વંદું ધર્મકુંવર હરિકૃષ્ણને રે, લાગું પ્રગટ પ્રભુજીને પાય રે

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી