ઝૂલો ઘનશ્યામ પિયા પ્યારા, હિંડોળે પ્રાણજીવન મારા;૩/૪

પદ ૭૨૨ મું.- ૩/૪

ઝૂલો ઘનશ્યામ પિયા પ્યારા, હિંડોળે પ્રાણજીવન મારા; ઝૂલો.

હિંડોળાની શોભા અતિ સારી, આવ્યા જોવા સુરમુનિ ત્રિપુરારી.

રતિપતિ કોટિક જાય વારી. ઝૂલો. ૧

કનકના સ્તંભ સરસ સાર, અનુપમ કનક ડાંડી ચાર;

જડ્યાં નંગ પંચરંગી અપાર. ઝૂલો. ૨

કનકની ચોકી રંગી રંગે, શોભે બહુ સરસ જડીત નંગે;

જુવે સહુ જન અતિ ઉમંગે. ઝૂલો. ૩

મનોહર મૂરતિ તમારી, વ્હાલા માંહી શોભે અતિ પ્યારી;

પ્રેમાનંદ રાખે ઉર ધારી. ઝૂલો. ૪

મૂળ પદ

ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી