ગુરુ વિનતિ મારી ઉર ધારો રે, અધર્મ સર્ગથકી તે તારો રે.૨/૪

પદ ૧૦૨૫ મું. – રાગ ગરબી – પદ ૨/૪
 
ગુરુ વિનતિ મારી ઉર ધારો રે, અધર્મ સર્ગથકી તે તારો રે. 
અધર્મી ગુરુ પન એવો રે, જેવો કળી ને અધર્મ તેવો રે . 
તે થકી નાસીને આવ્યો શરણે રે, દયા કરીને રાખો સ્વામી ચરણે રે. 
ત્યારે બોલ્યા ગુરુ સુખ કરતા રે, બોલી અભયવચન દુઃખ હરતા રે. 
આવ્ય ઓરા શિષ્ય બ્હીશમા લગાર રે, તારી રક્ષા કરશે વિશ્વાધાર રે.
શ્રીકૃષ્ણ સ્વામી દીનદયાળ રે, સરવે ભયથકી રાખશે કૃપાળ રે. 
એમ કહીને બેસાડ્યો પાસ રે, ઘણી રીતે દીધો વિશ્વાસ રે. 
આપી હાથમાં જળ કહી એમ રે, પ્રેમાનંદ કહે અગ્યાર નેમ રે.  ૮ 

મૂળ પદ

દીક્ષાવિધિ પવિત્ર ગુન ગાવું રે, રૂડી રીત કહી સમજાવું રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી