કંઠી હરિની પ્રસાદી કરી આણે રે, શિષ્ય બાંધે પોતાને જાણે રે.૪/૪

 પદ ૧૦૨૭ મું. – રાગ ગરબી – પદ ૪/૪

કંઠી હરિની પ્રસાદી કરી આણે રે, શિષ્ય બાંધે પોતાને જાણે રે. 

ગુરુ ઉપદેશ કરે રૂડી રીતે રે, મહામંત્રરાજનો અતિ પ્રીતે રે. 

જમણે કાને કહે ત્રણ વાર રે, અષ્ટ અક્ષરતણો ઉચ્ચાર રે. 

ત્રણે વર્ણને કહે જમણે કાને રે, મંત્રરાજ હળવા રહી છાને રે. 

સતશૂદ્રને કહે કાને ડાબે રે, ગુરુ એનો એ મંત્ર બતાવે રે. 

મંત્ર દેતાં ગુરુ બેસે છેટે રે, નવ અડે બીજા ગુરુની પેઠે રે. 

વળી શિષ્યને કહે ગુરુદેવ રે, બીજો ત્રણ અક્ષરનો મંત્ર સેવ રે.   

નાહી ધોઇ પવિત્ર શિષ્ય થઇને રે, પ્રેમાનંદ કહે જપ મંત્ર જઇને રે.  ૮ 

મૂળ પદ

દીક્ષાવિધિ પવિત્ર ગુન ગાવું રે, રૂડી રીત કહી સમજાવું રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી