કાળ માયાનો ભય મોટો ગયો જો, જન્મ મૃત્યુ થકી નિર્ભે થયો જો.૨/૪

પદ ૧૦૨૯ મું. – રાગ ગરબી – પદ ૨/૪
 
કાળ માયાનો ભય મોટો ગયો જો, જન્મ મૃત્યુ થકી નિર્ભે થયો જો.                
થયો શ્રીક્રુષ્ણનો હું ભક્ત આજથી જો,આવ્યો આશરે ન ડરૂ લોક લાજથી જો.
એમ બોલ્યો વચન શિષ્ય પ્રેમમાં જો, હરિભક્ત થઇને રહ્યો નેમમાં જો.    
ગુરુ જોઇ મતિ રૂડી શિષ્યની જો, આપી મૂર્તિ પૂજવા કૃષ્ણ ઇશની જો.      
ગુરુ ધર્મ કહે તેને પ્રીતસું જો, સદ્ગ્રંથ અનુસારે રીતસું જો.                  
વર્ણ આશ્રમ અવસ્થા જોઇને જો, પ્રેમાનંદ કહે આપે તત્વ દોહીને જો.      ૬ 

મૂળ પદ

શિષ્ય સાંભળ એ વારતા અનુપ છે જો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી