ઉભો જીવન જમુના તીર, પાણીડાં કેમ ભરીએ રે ૧/૪

 દ ૧૫૫૩ મું. ૧/૪– રાગ ગોડી

ઉભો જીવન જમુના તીર, પાણીડાં કેમ ભરીએ રે;
આવી ઓચિંતાનો એ તાણે ચીર, પાણીડાં કેમ ભરીએરે.
લાજ મરજાદ ન માને થયો ઘેલો બલવીર, પાણીડાં કેમ ભરીએરે. 
અમે લાજ ભર્યા તે પરનાર, પાણીડાં કેમ ભરીએરે;
આવે પાસે પ્રીતમ કરી પ્યાર, પાણીડાં કેમ ભરીએરે.
મુખડું જોવાને ઉઘાડે ઘુંઘટ વાર વાર, પાણીડાં કેમ ભરીએરે. 
એ જેવો નહિ જાદુગરો કોય, પાણીડાં કેમ ભરીએરે;
જાદુ કરે છે હેતે સામું જોય, પાણીડાં કેમ ભરીએરે;.
લે છે આંખડીને ચાળે અલબેલો ચિત્ત પ્રોય, પાણીડાં કેમ ભરીએરે. 
વાય વાંસલડી તે ઘનશ્યામ, પાણીડાં કેમ ભરીએરે;
સુણી શ્રવણે ન સુઝે ઘર કામ, પાણીડાં કેમ ભરીએરે.
પ્રેમાનંદ કે'ધાઇ મલિયે એવી થાએ મનમાં હામ,પાણીડાં કેમ ભરીએરે;

મૂળ પદ

ઉભો જીવન જમુના તીર, પાણીડાં કેમ ભરીએ રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી