જોઇ શોભાસાગર ઘનશ્યામ રે, લાલચ લાગીરે૩/૪

પદ ૧૫૫૯ મું.૩/૪

જોઇ શોભાસાગર ઘનશ્યામ રે, લાલચ લાગીરે;

જોઇ સુંદર રસિક વર રૂપરે, આંખ્યું અનુરાગીરે. ૧

જોઇ ગોળ કપોલ છબી ધામરે, જમણી કોરેરે;

એક તીલ મોટો છબીદારરે, ચિત્ત મારું ચોરેરે. ૨

જોઇ વામ શ્રવણમાં તીલરે, શોભાધામરે;

નિરખતાં વાધે ઘણું વહાલરે, પૂરે મન હામરે. ૩

રૂડું કેસર તીલક જોવા લાગરે, ભાલમાં બિરાજેરે;

જોઇ કુંડલ મકરાકારરે, કામ કોટી લાજેરે . ૪

રૂડુ ચંદ્ર વદન અભિરામરે, પ્રેમાનંદ જોઇરે ;

જોઇ દંત પંક્તિ કળી કુંદરે, રહ્યુ મન મોઇરે. ૫

મૂળ પદ

અલબેલાજી પ્રાણ આધારરે તમપર વારીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી