આવો કૃષ્ણ કમળદળ નેણ નંદતણા લાલા૧/૪

પદ ૧૮૧૭ મુમ. –રાગ ગરબી.૧/૪

આવો કૃષ્ણ કમળદળ નેણ નંદતણા લાલા;
વહાલા લાગે વહાલા તારા વેણ શામળિયા વહાલા. શ્યામ. ટેક
રૂપ અનુપમ રાજ તમારું, તે જોઇને મોહ્યું મન મારું હો.             શ્યામ. ૧
. વહાલમજી વરણાગી છે વાંકી, જોવું ઘુંઘટમાંથી હું ઝાંકી હો.   શ્યામ. ૨
લોચન લાલ અનુપમ રેખું, હું તો રીઝી રહું જ્યારે દેખું હો.        શ્યામ. ૩
પ્રેમાનંદના નાથ વિહારી, રાખુ નેણમાં મૂરતિ તમારી હો.         શ્યામ. ૪

મૂળ પદ

આવો કૃષ્ણ કમળદળ નેણ નંદતણા લાલા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી