આવો જીવન જાદવરાય જોવું તારી મૂર્તિ૧/૪

પદ ૧૮૩૩ મું.-રાગ ગરબી ૧/૪

આવો જીવન જાદવરાય જોવું તારી મૂરતિ;
વહાલી લાગે છે રાજીવનેણ મેલું નહિ ઉરતી*.
આવો છોગાવાળા હો છેલ ખાંતીલા જોવું ખાંતમાં;
મારું મનડું પામ્યું છે મોહ પાઘડલીની ભાતમાં.
તારી પાઘડલીના પેચ પાંપડ ઉપર રાજે;
રસિયા વર કોટિક કામ છબી જોઇને લાજે.
મન માન્યું છે મહારાજ **મોલીડાને તોરે;
તારા નેણ નટવર નાવ કે ચિત્ત મારું ચોરે.
તમે ચાલો છો સુંદર ચાલ ચતુર વર ચટકંતા;
આવો પ્રેમસખીના પ્રાણ ભુવન મારે લટકંતા.
· “હું રતી “ પાઠાન્તર છે. ** “ મહારા રાજ “ “ મારા રાજ “ પાઠાન્તરો છે.

મૂળ પદ

આવો જીવન જાદવરાય જોવું તારી મૂર્તિ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી